સામખિયાળી નજીક બે ટ્રક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત : ચાલકનું મોત

copy image

copy image

સામખિયાળી નજીક બે ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 39 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 21/1ના સામખિયાળી-માળિયા ધોરીમાર્ગ અજંતા કંપનીથી નજીક બન્યો હતો.અહી ટ્રકનો ચાલક ડાયા રજપૂત અને ફરિયાદી મહેન્દ્ર સુરા મકવાણા માતાના મઢથી લિગ્નાઇટ ભરીને બોટાદ તરફ જઈ રહ્યા હતા તે સમયે સામખિયાળી નજીક પહોંચતાં પાછળથી તેમની ટ્રકમાં કોઈ અન્ય ટ્રક અથડાઈ હતી. સર્જાયેલ અકસ્માતમાં ચાલક ડાયાને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે ચાલકનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-