ધાણીપાસાના જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નખત્રાણા પોલીસ
મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ(ભુજ) તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ-કચ્છ(ભુજ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ-નખત્રાણા નાઓએ દારૂ જુગારના સફળ કેશો શોધી કાઢવા તથા આ બદીને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ.
જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ શ્રી એ એમ મકવાણા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ સદરબીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન નખત્રાણા પોસ્ટેના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, મથલ ગામથી ઉગમણી બાજુ આવેલ મફતનગર વિસ્તારમાં ટેકરા પાછળ અમુક ઇસમો ધાણી પાસા વડે રૂપિયાનો હારજીતનો જુગાર રમી રહેલ છે તે બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી આરોપીઓને કોર્ડન કરી રોકડ રૂપિયા ૧૧.૩૦૦/- તથા મો. સા. નંગ-૦૩ જેની કિં.રૂ.૪૦,૦૦૦/- તથા ધાણી પાસા નંગ-૦૪ કિ.રૂ.૦૦/- એમ કુલ્લે રૂ.પ૧,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકુર ઈસમો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
- પકડાયેલ આરોપીઓના નામ સરનામુ –
(૧) અબ્દુલ કાદર કુંભાર ઉવ.૨૭ રહે મથલ તા-નખત્રાણા (૨) સતાર જુસબ કુંભાર ઉવ.૩૧ રહે મથલ તા-નખત્રાણા (૩) અબ્દુલ જાફર કુંભાર ઉવ.૩૦ રહે મથલ તા-નખત્રાણા (૪) ઓસમાણ જુસબ કુંભાર ઉવ ૪૨ રહે મથલ તા-નખત્રાણા (૫) હુસેન જુમા કુંભાર ઉવ.૪૭ રહે નેત્રા તા-નખત્રાણા (૬) આમદ ઇસ્માઇલ સમા ઉવ.૪૮ રહે મથલ તા-નખત્રાણા (૭) રજાક ફકીરમામદ સાટી ઉવ.૩૦ રહેમથલ તા- નખત્રાણા (૮) રમધાન નાથા સાટી ઉવ.૪૩ રહે રતડીયા તા-નખત્રાણા (૯) મોસીન અબ્દુલ સોરા ઉવ ર૦ રહે બાંડીયા તા-અબડાસા (૧૦) રાજેશ કેશવજી કટ્ટા ઉવ.૪૬ રહે વિરાણી મોટી તા-નખત્રાણા (૧૧) રમજાન હારુન સાટી ઉવ ૫૦ રહે મથલ તા-નખત્રાણા (૧૨) અબ્દુલ ગની અબ્યમાન પઢીયાર ઉવ.૩૫ રહે મથલ તા-નખત્રાણા
નાસી જનાર આરોપીનું નામ સરનામુ:-
(૦૧) હાજી અલિમામદ બાયડ રહે મથલ તા. નખત્રાણા
10:37 am
કબ્જે કરેલ મુદ્દામાલ –
રોકડા રૂપિયા ૧૧,૩૦૦/-
મો.સા. નંગ-૦૩ જેની કિં.રૂ.૪૦,૦૦૦/-
ધાણી પાસા નંગ-૦૪ કિં.રૂ.૦૦/-
એમ કુલ્લે રૂ.૫૧.૩૦૦/- રૂપિયાનો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી –
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ. એમ મકવાણા સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ જયંતીભાઇ માજીરાણા તથા યશવંતદાન ગઢવી તથા પો.કોન્સ મોહન ગઢવી તથા મયંક જોષી તથા રમેશભાઇ રબારી તથા મીત પટેલ તથા જખુભાઇ ધાંધુકીયા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-