સરહદે આવેલા ખીદરત ટાપુ ઉપર ધ્વજવંદન સમારોહ

26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે કચ્છમાં દરિયાઈ સરહદે આવેલા ખિદરત ટાપુ ઉપર ભવ્ય ધ્વજવંદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવ પૂર્ણ પ્રસંગે મરીન ટાસ્ક ફોર્સ જખૌના DYSP આર એમ ચૌધરી ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમથી સરહદી વિસ્તારમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો અને આપણા દેશની એકતા અખંડિતતા તથા સુરક્ષા પ્રત્યે પ્રતિબધતા નો સંદેશ આપવામાં આવ્યો હતો
આ અવસરે મરીન પોલીસ જખૌ ના ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા તેમજ મરીન પોલીસના જવાનો, મરીન કમાન્ડો -જખૌ ,BSF, NCC ના કેડેટ્સ, SRD ના જવાનો તેમજ સ્થાનિક માછીમારો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા અને રાષ્ટ્રની સુરક્ષા માટે એક જૂથ રહેવા અપીલ કરવામાં આવી હતી.