અબડાસા તાલુકાના- વાયોર–વાગોઠ ગામે ૭૭મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી

અબડાસા તાલુકાના ગરડા પથક અંતર્ગત વાયોર તથા વાગોઠ ગામે ૭૭મા પ્રજાસત્તાક બંધારણ ગણતંત્ર દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો ખાસ અહેવાલ જાડેજા કિશોરસિંહ જીવણજી (વાયોર) દ્વારા આપવામાં આવ્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વાયોર પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તથા ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા સંયુક્ત રીતે વાયોર નવી પ્રાથમિક શાળાના મેદાનમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ઓતપ્રોત વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં ‘કેસરિયો ભારત’, ‘દીકરી મારી લાડકી’, પિરામિડ પ્રદર્શન તેમજ ઝાંસીની રાણી આધારિત રાજસ્થાની નૃત્ય જેવી મનમોહક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ પાવન અવસરે વાયોર જૂથ સરપંચ શ્રી જાડેજા પ્રભાતસિંહ સતુભા, ઉપસરપંચ શ્રી કુંભાર ઇસ્માઇલ ખમીશા, સામાજિક કાર્યકર સભ્યો બળિયા ડાયાલાલ કાનજી, ઇસ્માઇલછા, પીરજાદા જીગર ઠક્કર, સુખદેવસિંહ જાડેજા, આમધ ઓઢેજા, હાફિઝ ખત્રી સહિત વાયોરના સમસ્ત ગ્રામજનો, વિવિધ સમાજના આગેવાનો, મધ્યાહ્ન ભોજન સંચાલકો તથા શાળાના સ્ટાફની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.
તેમજ વાગોઠ ગામે ઉકીર સરપંચ શ્રી કેર અલી હસણ, ગ્રામજનો, વાગોઠ પ્રાથમિક શાળાના સ્ટાફ તથા સંચાલકો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વાયોર અને વાગોઠ બંને ગામોના નાગરિકોની મોટી સંખ્યામાં હાજરીથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.