રાત્રી ઘરફોડ ચોરીના તથા વાહન ચોરીના રીઢા ગુનેગારને પકડી પાડતી માધાપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ,સરહદી રેન્જ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા/શોધવા સુચના-માર્ગદર્શન આપેલ હોય,

જે અનુસંધાને માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટરશ્રી ડી.એમ.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. પરમવીરસિંહ કે. ઝાલા તથા ભગીરથસિંહ જાડેજા તથા કાનાભાઈ એચ. રબારી તથા પોલીસ કોન્સ. કલ્પેશભાઈ કે. કોડીયાતર તથા રામજીભાઈ કે. બરાડીયા નાઓ રાત્રી દરમ્યાન મિલ્કત સબંધી ગુન્હાઓ શોધવા/ અટકાવવા માધાપર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ ઈન્સપેકટરશ્રી ડી.એમ.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. પરમવીરસિંહ કે. ઝાલા નાઓને સંયુક્ત રાહે સચોટ બાતમી હકીકત મળેલ કે,અગાઉ ચોરીઓના ગુન્હા કામે પકડાયેલ આરોપી માધાપર ટાઉન વિસ્તારમાં મોટી ઘરફોડ ચોરીને અંજામ આપવાની પેરવીમાં છે જે હાલે સોનાપુરી ગેટની બાજુમાં આવેલ દુકાનો પાસે હોવાની મળેલ બાતમી હકીકત આધારે તરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યા સોનાપુરી ગેટની બાજુમાં આવેલ દુકાનો પાસે પહોંચતાં એક ઈસમ દુકાનોના તાળા ફંફોળતો ચોરી કરવાના ઈરાદે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ હોઈ અને મજકુર ઈસમ પોતાની હાજરી બાબતે સંતોષકારક જવાબ આપેલ ન હોઈ જેથી પકડાયેલ ઈસમ-રસીદ ઉર્ફે વલો સ/ઓ દેસર તૈયબ સમા, ઉ.વ.-૨૮, ધંધો-મજુરી, મુળ રહે.-નાના દિનારા (ખાવડા),તા.-ભુજ હાલે રહે.-માધાપર, સોનાપુરી પાછળ, મસ્જીદની બાજુમાં, સમાવાસ, જુનાવાસ, માધાપર, તા.-ભુજ વાળા વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી મજકૂર આરોપીની યુકિત પ્રયુકતીથી પુછપરછ કરતા પોતે આજથી આશરે આઠેક મહિના અગાઉ સહઆરોપીઓ સાથે મળી ભુજોડી મધ્યે આવેલ વંદે માતરમ મેમોરીયલ ટ્રસ્ટની ઓફિસમાંથી રાત્રી દરમ્યાન ઓફિસના તાળા તોડી ટેબલમાં રાખેલ રોકડા રૂપિયા-૧,૨૪,૯૭૧/- ની ચોરી કરેલ હોવાનું તેમજ આજથી આશરે સાતેક મહિના અગાઉ માધાપર મધ્યે મહાપ્રભુનગર, જુનાવાસ, માધાપર ખાતેથી મહાા પ્રભુ વિસ્તારમાં રાત્રી દરમ્યાન રાખેલ બોલેરો કેમ્પર વાહન જેના રજી. નંબર-જી.જે.-૧૨-બી.આર.-૪૪૬૫ વાળાની ચોરી કરેલાનું કબુલાત આપેલ હોઈ જેથી સદર કામે મજકુરની અટકાયત કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સદર બંને ગુન્હા કામે ગયેલ મુદામાલ બોલેરો કેમ્પર વાહન રજી. નં.-જી.જે.-૧૨-બી.આર.-૪૪૬૫ તથા ચોરી થયેલ રોકડા રૂપિયા-૧,૨૪,૯૭૧/- આરોપી પાસેથી હસ્તગત કરવાની કાર્યવાહી ચાલુમાં છે.

અટકાયત થયેલ ઈસમનું નામ:-

રસીદ ઉર્ફે વલો સ/ઓ દેસર તૈયબ સમા,ઉ.વ.-૨૮, ધંધો-મજુરી,મુળ રહે.-નાના દિનારા(ખાવડા), તા.-ભુજ હાલે રહે.-માધાપર, સોનાપુરી પાછળ, મસ્જીદની બાજુમાં, સમાવાસ, જુનાવાસ, માધાપર, તા. ભુજ.

શોધાયેલ ગુન્હાઓ :-

(૧) માધાપર પો.સ્ટે., પાર્ટ-એ,ગુ.૨.નં.-૦૨૪૮/૨૦૨૪, ઈ.પી.કો. કલમ-૩૮૦,૪૫૭,૧૧૪ (૨) માધાપર પો.સ્ટે., પાર્ટ-એ,ગુ.૨.નં.-૦૩૧૧/૨૦૨૪, ઈ.પી.કો. કલમ-૩૭૯.

પકડવાના બાકી આરોપીઓના નામ:-

માધાપર પી.સ્ટે પાર્ટ-એ.ગુર.નં. ૦૨૪૮/૨૦૨૪, ઈ.પી.કો. કલમ-૩૮૦,૪૫૭,૧૧૪ મુજબના ગુન્ન કામે

(૧) હડિમ ઈબ્રાહીમ સમા, રહે. શોનાપુરી, માધાપર, તા. ભુજ.

(૨) રજાક મુસા સમા,રહે-લેરવાહ.તા.-ભુજ

માધાપર પોકારે પાર્ટ-એ.ગુ.ર.નં.-૦૩૧૧/૨૦૨૪, ઈ.પી.કો. કલમ-૩૮૦,૪૫૭,૧૧૪ મુજબના ગુન્સ કામે

(૧) રજાક મુસા સમા રહે. લેરવાંઢ, તા. ભુજ

(૨) સલીમ જુણસ સમા રહે- ધાણેટી, તા સુજ.

  • કામગીરી કરનાર અધિકારી કર્મચારી –

ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર, ડી.એમ ગાલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. પરમવીસિંહ કે. ઝાલા તથા લગીરથસિંહ જાડેજા તથા કાનાભાઈ એચ રબારી તથા પોલીસ કોના કલ્પેશભાS 3. કોડીયાતર તથા રામજીભાઈ કે. બરાડીયા નાઓ જોડાયેલ હતા.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-