નવસારીના ઝારાવાડ વિસ્તારમાંથી ગુજરાત ATS દ્વારા આતંકવાદી ષડયંત્ર કેસમાં એક યુવાનની ધરપકડ
copy image
copy image

નવસારીના ઝારાવાડ વિસ્તારમાંથી ગુજરાત ATS દ્વારા આતંકવાદી ષડયંત્ર કેસમાં એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે.આ બનાવ અંગે મળેલ વધુ માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ડુંડાવાલા, નરપત નગરનો વતની હાલમાં રહેતા ફૈઝાન શેખની 25જાન્યુયારીના રોજ ધરપકડ થયેલ હતી જે બાદ કો. ર્ટમાં રજૂ કર્યા બાદ ATS દ્વારા તેના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.તે છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરતો હતો. ATS દ્વારા મળતી માહિતી મુજબ ફૈઝાન શેખ એ જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા આતંકવાદી જેવા લોકોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો હતો. તેના પર આતંક અને ભય ફેલાવવા તેમજ ચોક્કસ વ્યક્તિઓની હત્યા કરવાના ઇરાદે અને ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો મેળવવાનો આરોપ છે.વધુ તપાસ દરમિયાન આરોપી પાસેથી વિસ્ફોટક દારૂગોળાનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસને એ વાતની આશંકા છે કે આરોપી રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાના ઇરાદે હતો. ATS ની ટીમ તેની સઘન પૂછપરછ કરી રહી જેથી જો તેના કોઈ અન્ય સાથી અને તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે વધુ માહિતી મેળવી શકાય. આ બનાવ બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા કળક દેખરેખ રાખી દેવામાં આવી છે