જુગારનો કી.રૂ.૧૫,૪૦૦/- નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મુંદરા પોલીસ

copy image

copy image

મે.પોલીસ મહાનીરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પશ્વિમ કચ્છ ભુજના મે.પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ- ભુજ તથા ના.પો.અધિ.શ્રી રવિરાજસિંહ ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ દારૂ તથા જુગારની બદી નેસ્તા નાબુદ કરવા સુચના આપેલ હોઈ જે અનવ્યે મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.જે.ઠુંમર સાહેબનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ મુંદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એ.એસ.આઈ. દેવરાજભાઈ કે.ગઢવી તથા પો.હેડ કોન્સ. વિજયભાઇ એચ.બરબસિયા નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, નાના કપાયા ગામે આવેલ જીંદાલ બેચલર કોલોનીમા સ્ટ્રીટ લાઈટના અજવાળે ખુલ્લામાં બેસીને અમુક ઇસમો ગંજીપાના વડે તીનપતીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી રહેલ હોઇ જે બાતમી હકીકત આધારે વર્ક આઉટ કરી રેઇડ કરતા નીચે મુજબના ઇસમ મુદ્દામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

  • પકડાયેલ આરોપી:-
  • (૧) લવકુશ સુગરસિંઘ યાદવ રહે.મુળ ગામ મેડીદુધી થાના. ભરથના જી.ઈટાવા ઉતરપ્રદેશ હાલે રહે.જીંદાલ બેચલર કોલોની નાના કપાયા તા.મુંદરા
  • (૨) મહમદ રિઝવાન મહમદ સમીમ ઉ.વ.૨૧ રહે.મુળ ગામ મુઝફ્ફરપુર થાના.કાઝી મહમદ પુર જી.બિહાર હાલે રહે. જીંદાલ બેચલર કોલોની નાના કપાયા તા.મુંદરા
  • (૩) મુલાયમસિંઘ વિશ્રામસિંધ ઉ.વ.૩૮ રહે.મુળ ગામ પટના થાના.એરવાકટરા જી.ઓરૈયા ઉતરપ્રદેશ હાલે રહે. જીંદાલ બેચલર કોલોની નાના કપાયા તા.મુંદરા
  • (૪) રોહિતકુમાર રોહતન ચૌધરી ઉ.વ.૧૯ રહે. મુળ ગામ ભાગલપુર બિહાર હાલે રહે. જીંદાલ બેચલર કોલોની નાના કપાયા તા.મુંદરા મો.૮૪૬૦૫૨૫૬૨૧.
  • કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) રોકડા રૂા. ૧૫,૪૦૦/-

(૨) ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦

એમ કુલ્લે કિ.રૂા.૧૫,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-