પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા બાબતે સાયબર અવેરનેસ પ્રોગ્રામ અંગે માર્ગદર્શન અપાયું


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા બાબતે સાયબર અવેરનેસ પ્રોગ્રામ કરવા માટે સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.
જે અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલ(એલ.સી.બી.)ની ટીમ દ્રારા આજ રોજ તા.૨૫/૦૧/૨૦૨૫ ના રોજ શેઠ ડી.એલ. લો કોલેજ ભુજ ખાતે “Cyber Crime and Cyber Security * વિષય ઉપર લોકજાગૃતિ સેમીનાર નું આયોજન કરવામાં આવેલ હતુ જેમા આશરે ૧૦૦ જેટલા લો કોલેજના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ શું છે. સાયબર ગઠીયાઓ દ્વારા ક્યા ક્યા પ્રકારના સાયબર ક્રાઈમ કરવામાં આવે છે. સાયબર સીક્યુરીટી અને સાયબર સેફટી શું છે. સાયબર ક્રાઈમ થી બચવા માટે શું સાવધાની રાખવી.સાયબર ક્રાઈમનો બનાવ બને તો કઈ જગ્યાએ ફરીયાદ લખાવી.ફરીયાદ લખાવતી વખતે ક્યા ક્યા ડોક્યુમેન્ટસ સાથે રાખવા. સાયબર ક્રાઇમ કાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવેલ. આ તમામ મુદ્દાઓની સમજણ પૂરી પાડવામાં આવેલ.
સાયબર ક્રાઈમથી બચવા માટેના સૂચનો
- “Google/Facebook” ઉપરથી મેળવેલ કોઇ પણ કસ્ટમર કેરના નંબર ઉપર ભરોશો કરવો નહી.
- કસ્ટમર કેર નંબર ઓફીસીયલ વેબસાઇટ ઉપરથી જ લેવો તેમજ આવા ફોન નંબર પર વાત કરતા સમયે કોઇ પણ પ્રકારની બેંકની માહીતી, OTP, CVV, ગુપ્ત પીન વગેરે આપવુ નહી કે કોઇ પણ પ્રકારની એપ્લીકેશન મોબાઇલમા ઇન્સ્ટોલ કરવા કહે તો કરવી નહી.
- અજાણી લિન્ક પર ક્લિક કરવાનુ ટાળવુ તેમજ અજાણ્યા વિડિયો કોલને સ્વિકારશો નહી.
- ઓનલાઈન ટ્રેડીગનાં કિસ્સામાં સામેવાળા ગ્રાહક અથવા વ્યપારીને વેરીફાય કર્યા વગર નાણાકીય લેવડ-દેવડ કરવી નહી તથા કોઈ અજાણ્યા OR કોડ ઉપર ક્લિક કરવુ નહી.
તેમજ આપની જાણ માટે કે UPI પીન ફક્ત ને ફક્ત રૂપીયા ટ્રાન્સફર કરવા માટે એપમા એન્ટર કરવાનો હોઈ છે. રૂપીયા રીસીવ કરવા માટે UPI પીન એન્ટર કરવાનો હોતો નથી તેની તકેદારી રાખવી આવા કીસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો.
ટૂંકા સમયગાળા માટે લોન આપવાનુ જણાવતી ઈન્સટન્ટ લોન એપ ડાઉનલોડ કરવાનુ ટાળો.
- ટુંક સમયમાં પૈસા કમાવવા માટે ટેલિગ્રામ ચેનલોમાં આપવામાં આવતા ટાસ્ક પુરા કરી પૈસા કમાવવાના કીસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો.
- સાયબર ઠગીયા દ્વારા ખોટા પોલીસ અધિકારી/કસ્ટમ અધિકારી/સીબીઆઈ અધિકારી કે અન્ય કોઇ સરકારી એજન્સી તરીકેની ઓળખ આપી તમને તમારા નામના ડોક્યુમેટ/પાર્સલ કે અન્ય કોઇ ચીજ વસ્તુ મળી આવેલ છે કે તમારા દિકરા/દિકરી ડ્રગ્સ સાથે પકડાયેલ છે તેવુ જણાવી ડરાવી ધમકાવી વિડીયોકોલના માધ્યમથી ડિજીટલ એરેસ્ટ કરી પૈસા માંગણી કરવામાં આવે છે. જેથી આવા કિસ્સામાં કોઈ નાણાકીય વ્યવહાર કરવો નહી અને તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરવો.
“સાયબર ક્રાઈમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી”
ભોગબનનારે કરવાની કાર્યવાહી
તમો ઓનલાઇન ફોડનો ભોગ બનો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર – ૧૯૩૦ પર કોલ કરવો.
- તેમજ નજીકના પોલીસ સ્ટેશન/સાયબર સેલ શાખાનો સંપર્ક કરવો અને તમારા ફ્રોડ થયેલ બેંક ખાતાની સંપર્ણ
વિગતો આપવી.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
