ગાંધીધામમાંથી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

copy image

copy image

ગાંધીધામમાંથી પિસ્તોલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ શહેરમાં શહેરની બજાર મેદાનની દીવાલ પર બેઠેલા આ ઈશમ પાસેથી પિસ્તોલ તથા ત્રણ કાર્ટિસ કબ્જે કર્યા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામમા શનિવારી બજારનાં મેદાનમાં કોઈ શખ્સ પિસ્તોલ સાથે હાજર છે. બાતમી મળતાની સાથે જ પોલીસની ટીમ હકીકત વાળા સ્થળ પર પહોંચી હતી. પોલીસને આવતા જોઈ આરોપી શખ્સે નાસવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે આ શખ્સને દબોચી લીધો હતો. પકડાયેલ શખ્સ પાસેથી ત્રણ જીવંત કાર્ટિસ તેમજ એક પિસ્તોલ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-