જવાહરનગર નજીક બાઇકને અજાણ્યા વાહને હડફેટમાં 19 વર્ષીય યુવાનએ જીવ ગુમાવ્યો

accident

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગર નજીક બાઇકને અજાણ્યા વાહને હડફેટમાં 19 વર્ષીય યુવાન બાઈક ચાલકનું મોત નીપજયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વરસામેડીની કાવ્યા રેસિડેન્સીમાં રહેનાર પ્રવીણ નામનો હતભાગી યુવાન બાઈક લઈને મોગલધામ જઈ રહ્યો હતો તે દરમ્યાન જવાહરનગર નજીક ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ પર અજાણ્યા વાહને તેની બાઇકને હડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં આ યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-