વરસાણા નજીક એક ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ધોડ દામ મચી : સદભાગ્યે કોઈ જાનહાની નહીં
અંજાર ખાતે આવેલ વરસાણા નજીક એક ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડ દામ મચી જવા પામી હતી. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપરમાં રહેનાર દિલીપ ટેમ્પો આઇસર લઇને ગાંધીધામ તરફ જઈ રહ્યો હતો તે સમયે વરસાણા ઓવરબ્રિજ ઊતરતાંની સાથે જ આગળ જતી ગાડી આ ટેમ્પો બાજુ આવી જતાં ટેમ્પોચાલકે ખાલી બાજુ દબાવવા જતાં ટેમ્પો નાળાં ઉપર ચડી જતાં ટેમ્પોના ચાલકે બહાર કૂદકો મારી દીધો હતો. સી.એન.જી. એન્જિનવાળા ટેમ્પોમાં એકાએક આગ ફાટી નીકળી હતી. બનાવને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ મામલે અગ્નિશમન દળને જાણ કરવામાં આવતા તેઓએ આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આ બનાવામાં કોઈ જાનહાની થઈ ન હતી.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
