મુંદ્રામાં ગેસ લીકેજના કારણે થયેલ બ્લાસ્ટમાં પિતા-પુત્રીનું મોત બાદ પત્નીએ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા

copy image

copy image

મુંદ્રામાં એક મકાનમાં ગેસ લીકેજના કારણે થયેલ બ્લાસ્ટમાં પિતા-પુત્રીનું મોત નીપજયું હોવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં આ બનાવમાં ગંભીર રીતે દાઝી ગયેલા રવિકુમારના પત્ની કવિતાબેનનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે. આ બનાવ અંગેની વિગતો મુજબ મુંદ્રાના સૂયાનગરમાં આવેલા મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી રવિકુમારના  મકાનમાં આ બ્લાસ્ટ થયો હતો. જેમાં પિતા-પુત્રીનાં મોત થયાં હતા તેમજ કવિતાબેન ગંભીર રીતે દાઝી જતાં વધુ સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે. આ બનાવને પગલે પરીવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ બનાવની પ્રાથમિક તપાસમાં એસીના કમ્પ્રેશરમાં ગેસ લીકનું કારણ સામે આવ્યું હતું.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-