આદિપુરમાં નિવૃત્ત આર્મીમેનનું બુલેટ હડફેટે મોત
આદિપુરમાં મદનસિંહ સર્કલથી કોલેજ બાજુ જતાં રોડ ઉપર પગપાળા જતાં સુનીલ ગોપાલ દત્તને બુલેટે હડફેટમાં લેતાં નિવૃત્ત આર્મીમેનનું મોત થયું હતું. મળતી માહિતી મુજબઆદિપુરમાં રહેનાર આર્મી નિવૃત્ત સુનીલ દત્ત ઈફકો કોલોની ગાંધીધામમાં પેરેગ્રીન સિક્યુરિટી એજન્સીમાં કામ કરતા હતા. તેમની સવારે પાંચથી બપોરના એક વાગ્યા સુધીની પાળી હતી. આ જવાન પગપાળા મદનસિંહ સર્કલ બાજુ આવી રહ્યા હતા. નોકરીએ જવા નીકળેલા આ પરપ્રાંતીયને પાછળથી આવતી બુલેટએ હડફેટમાં લીધો હતો. જેમાં બુલેટ ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. બન્નેને સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે સુનીલ દત્તને મૃત જાહેર કર્યા હતા.