રાજકોટમાં વીજ કરંટ ભરખી જતાં કિશોરનું મોત

copy image

copy image

રાજકોટમાં વીજ કરંટના કારણે ધોરણ-10ના વિદ્યાર્થીનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ રાજકોટના નાકરાવાડી ગામમાં બન્યો છે. નાકરાવાડી ગામમાં રહેતા ધોરણ-10ના વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યું છે. આ કિશોર વાડીમાં હતો તે સમયે તેને વીજ શોક ભરખી ગયો હતો અને તે ત્યાંજ ઢળી પડ્યો હતો. આ કિશોરને સારવાર મળે તે પૂર્વે તેને અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ આદરી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-