ગાંધીધામ-આદિપુર શહેરમા સંગઠીત ટોળકી સ્વરૂપે આતંક મચાવી ભયજનક વ્યક્તી તરીકે છાપ ધરાવનાર અસામાજીક તત્વો પર ધી ગુજરાત કંન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ કાઈમ (G.C.T.O.C) એકટ ૨૦૧૫ હેઠળ કાર્યવાહી ક૨તી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ,ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ જીલ્લામાં શરિર સબંધી/મિલ્કત સબંધી ગુન્હાઓ આચરતા ઇસમો ઉપર જરૂરી વોચ રાખી અને અવારનવાર ગુન્હા આચરતા ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમો તળે યોગ્ય કાર્યવાહી કરવા તથા ગુજરાત સરકાર શ્રી દ્વારા સમયાંતરે બનાવેલ અલગ-અલગ કાયદા બનાવવામા આવેલ હોય જે મુજબ આવા આરોપીઓ વિરુદ્ધ જરૂરી કાયદાકીય પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી.ચૌધરી ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતીહાસ ધરાવતા ઈસમો કે જેઓ સીન્ડીકેટ બનાવી ઓર્ગેનાઈઝડ કાઈમ ક૨વાની મોડસ ઓપરેન્ડી ધરાવી ગુનાહિત ટોળકી બનાવી એકબીજા સાથે મેળાપીપણું કરી સાથે મળી “Organized Crime Syndicate” मुनजना गुन्हाखो आायरता होय तेवा समो डे खो ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ કાઈમ એક્ટ-૨૦૧૫ મુજબના શિક્ષાને પાત્ર ગુન્હાની વ્યાખ્યામાં આવતા હોય તેવી સંગઠીત ટોળકીના સભ્યો વિરૂધ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન મળેલ હોય તેમજ અત્રેના ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૬૨૪૧૬૧૬/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા એક્ટ- ૨૦૨૩ ની કલમ-૩૨૪(૫),૨૯૬(ખ),૩૫૧(૩),૩૫૧(૪),૩(૫) મુજબનો ગુન્હો બનવા પામેલ અને સદર ગુના કામેના આરોપીઓ પૈકી આરોપી (૧) અર્જુન નાગાજણ ગઢવી તથા (૨) દિનેશ ઉર્ફે ડીંડો બાબુલાલ પરિહાર વાળાઓએ ગાંધીધામ-આદિપુર શહેરમાં આવા પ્રકારના અવાર નવાર ગુનાઓ આચરેલ હોઈ જેથી ઉપરોક્ત આરોપીઓએ એકબીજા સાથે મળીને શરીર સબંધી ગુન્હાઓ તેમજ રાયોટીંગ તેમજ જાનથી મારી નાખવાની ધમકી, લુંટ, મારામારી,ધાક ધમડી, જેવા ગંભીર પ્રકારના ગુનાઓ સતત આચરતી ટોળડી દ્વારા શાંતીપ્રીય પ્રજામા ભય ફેલાવવા તેમજ પોતાની ડોનની છાપ ઉભી કરવા એકબીજાના સાથે સંકલનમાં રહી મેળાપીપણુ કરી, ટોળડી બનાવી, એકબીજાના સાગરીતો બની, એકબીજાને દુસ્પ્રેરણ કરી પોતાનો સમાન ઈરાદો પાર પાડવાની પ્રવુત્તિ સબબ સંગઠીત ગુહેગારોની ટોળકી “Organized Crime Syndicate” બનાવી ગુના આચરવામા આવેલ હોવાની હડીકત તપાસ દરમ્યાન જણાઈ આવેલ.
જે બાબતે પોલીસ સ્ટેશન રેકર્ડ ઉપરથી મજકુર આરોપીઓ વિરૂધ્ધ નોંધાયેલ ગુનાઓ બાબતે પુરતા પુરાવા એકત્રીત કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ કાઈમ એક્ટ ૨૦૧૫ (G.C.T.O.C) ની કલમ-૩(૧) પેટા (૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર સ્પેશ્યલ કોર્ટ ભુજ ખાતે રજુ કરી દિન-03 ના રિમાંડ મેળવવામા આવેલ છે.
:: આરોપીઓનો ગુનાહિત ઇતીહાસ ::
- અર્જુન નાગાજણ ગઢવી *
(૧) ગાંધીધામ એ ડીવી પો.સ્ટે. ૧૧૯૯૩૦૦૬૨૧૧૭૮૨/૨૧ ઈ.પી.કો ૬-૩૨૩,૨૯૪(ખ),૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ. ૧૩૫ મુજબ
(૨) ગાંધીધામ એ ડીવી પો.સ્ટે. ૧૧૯૯૩૦૦૬૨૨૦૦૮૬/૨૨ ઈ.પી.કો ક-૩૨૩,૨૯૪(ખ), ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ. ૧૩૫ મુજબ
(3) ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-એ-૧૧૯૯૩૦૦૬૨૨૦૦૯૬/૨૨ ઈ.પી.કો. ૬-૫૦૬(૨),૧૧૪ મુજબ
(૪) ગાંધીધામ એ ડીવી પો.સ્ટે. ૧૧૯૯૩૦૦૬૨૨૦૧૩૬/૨૨ ઈ.પી.કો ૬-૩૦૭, ૩૬૩, ૩૨૪, ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ. ૧૩૫ મુજબ
(૫) ગાંધીધામ એ ડીવી પો.સ્ટે. ૧૧૯૯૩૦૦૬૨૨૧૫૨૦/૨૨ ઈ.પી.કો ક-૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૨૦બી, ૩૪ તથા જી.પી.એકટ કલમ. ૧૩૫ મુજબ
(૬) આદિપુર પો.સ્ટે. ૧૧૯૯૩૦૦૨૨૨૦૬૬૦/૨૨ ઈ.પી.કો ક-૩૨૩, ૩૨૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૨૯૪(ખ), તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ
(૭) ગાંધીધામ એ ડીવી પો.સ્ટે. ૧૧૯૯૩૦૦૬૨૪૦૧૩૭/૨૪ ઈ.પી.કો ક-૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૪, ૩૨૫, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૪૪૦, ૧૨૦(બી), તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ
(૮) ગાંધીધામ બી ડીવી પો.સ્ટે. ૧૧૯૯૩૦૦૭૨૪૦૪૮૫/૨૪ ઈ.પી.કો ૬- ૪૨૭, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ
(૯) આદિપુર પોલીસ સ્ટેશન ૧૧૯૯૩૦૦૨૨૪૦૪૩૧/૨૪ ભા૨તીય ન્યાય સંહિતાની કલમ ૩૦૯(૬),૧૪૦(૩),૧૧૫(૨),૨૯૬(બી),૩૫૧(૨),૩૫૧(૩),૩(૫),૧૧૧(૨)(બી),૧૧૧ (૩),૧૧૧(૪) મુજબ
(૧૦) ગાંધીધામ એ ડિવીજન પોલીસ સ્ટેશન ગુ.૨જી.નં. ૧૧૯૯૩૦૦૬૨૪૧૬૧૬/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૨૪(૫),૨૯૬(ખ),૩૫૧(૩),૩૫૧(૪),૩(૫) મુજબ
- દિનેશ ઉર્ફે ડિંકો બાબુલાલ પરિહાર *
(૧) ગાંધીધામ એ ડીવી પો.સ્ટે. ૧૧૯૯૩૦૦૬૨૨૦૦૮૬/૨૨ ઈ.પી.કો ક-૩૨૩,૨૯૪(ખ), ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ. ૧૩૫ મુજબ
(૨) ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.૨.નં.-એ-૧૧૯૯૩૦૦૬૨૨૦૦૯૬/૨૨ ઈ.પી.કો. ૬-૫૦૬(૨),૧૧૪ મુજબ
(3) ગાંધીધામ એ ડીવી પો.સ્ટે. ૧૧૯૯૩૦૦૬૨૨૦૧૩૬/૨૨ ઈ.પી.કો ક-૩૦૭, ૩૬૩, ૩૨૪,૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ. ૧૩૫ મુજબ
(૪) ગાંધીધામ એ ડીવી પો.સ્ટે. ૧૧૯૯૩૦૦૬૨૪૦૧૩૭/૨૪ ઈ.પી.કો ૬-૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૪, ૩૨૫, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૪૪૦, ૧૨૦(બી), તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ
(૫) આદિપુર પોલીસ સ્ટેશન ૧૧૯૯૩૦૦૨૨૪૦૪૩૧/૨૪ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૯(૬),૧૪૦(૩),૧૧૫(૨),૨૯૬(બી),૩૫૧(૨),૩૫૧(૩),૩(૫),૧૧૧(૨) (બી),૧૧૧ (૩),૧૧૧(૪) મુજબ
(૬) ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.રજી.નં.૧૧૯૯૩૦૦૬૨૪૦૮૬૩/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૧૧૫(૨),૧૧૭(૨),૨૯૬,૩૫૧(૨),૩(૫) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ
(૭) ગાંધીધામ એ ડિવીજન પોલીસ સ્ટેશન ગુ.રજી.નં. ૧૧૯૯૩૦૦૬૨૪૧૬૧૬/૨૦ બી.એન.એસ. કલમ ૩૨૪(૫),૨૯૬(ખ),૩૫૧(૩),૩૫૧(૪),૩(૫) મુજબ
ઉપરોકત સફળ કામગીરી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી.ચૌધરી તથા પો.સબ ઇન્સ. એમ.એચ.જાડેજા તથા પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.
તા-૩૦/૦૧/૨૦૨૫
:: જાહેર અપીલ ::
આથી ગાંધીધામ-આદિપુર શહેરની આમ પ્રજાને ઉપરોકત અસામાજીક તત્વો અથવા તેની ટોળકીના અન્ય ઇસમો દ્વારા કોઈપણ પ્રકારે ભોગ બનેલ હોય તો કોઈપણ ભય વગર કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર તથા ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક ક૨વા અપીલ કરવામા આવે છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
