પ્રોહિ લિસ્ટેડ બુટલેગ૨ પ૨ દાખલ થયેલ ગુના કામે બી.એન.એસ. કાયદા હેઠળ “સંગઠીત ગુના સિન્ડીકેટ” ની કલમો મુજબ આરોપી વિરૂધ્ધ કાર્યવાહી ક૨તી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા૨ સાહેબનાઓ ત૨ફથી પ્રોહિબિશન/શરીર સબંધી તથા મિલ્કત સબંધી બનતા ગુના અટકાવવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ ક૨તા ઈસમો જે આર્થિક ગુનાઓ સાથે અવૈધ માલ સહિતના ગુના આચ૨તા હોય તેવા ઇસમો ઉપ૨ જરૂરી કાર્યવાહી કરવા સારૂ જરૂરી સુચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા તાજેતરમાં ગઈ તા-૧૬/૦૧/૨૦૨૫ ના રોજ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટે. ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૫૦૦૬૪/૨૫ પ્રોહી કલમ-૬૫(એ)(ઈ),૧૧૬(બી),૮૧ મુજબનો ગુનો દાખલ થયેલ જે ગુના કામે ગાંધીધામ ભચાઉ હાઈવે રોડ પાસે આવેલ પંચરત્ન માર્કેટ નામની બિલ્ડીંગમાં આવેલ દુકાન નંબ૨-૨ ની અંદ૨ થી ભા૨તીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૩૨ કિ.રૂ.૮૪,૦૮૪/-નો પ્રોહિ મુદામાલ કબ્જે કરવામાં આવેલ હતો અને તપાસ દ૨મ્યાન પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી મનુભા ઉર્ફે મહેન્દ્રસિંહ વિઠુભા વાઘેલા પ્રોહિ લિસ્ટેડ બુટલેગ૨ હોય જેનો ગુનાહિત ઇતિહાસ જોતા તેના વિરૂધ્ધ વર્ષ-૨૦૧૫ થી વર્ષ-૨૦૨૫ દ૨મ્યાન દાખલ થયેલ ગુનાઓમાં “સંગઠીત ગુના સિન્ડીકેટ” ના સભ્ય બની આરોપી દ્વારા નાણાકીય લાભ મેળવવા સારૂ અવારનવાર ગે૨કાયદેસ૨ પ્રવૃત્તિઓ થકી ગુનાઓ આચરેલ હોય જેથી આ બાબતે ગંભી૨તા લઈ માનવ જીંદગીને નુક્શાન કરી ગુનાહિત પ્રવૃત્તિ ક૨તા આરોપીની પ્રવૃત્તિને અંકુશમાં લાવવા સારૂ પોલીસ ઇન્સપેકટ૨ એસ.વી.ગોજીયા નાઓ દ્વારા બી.એન.એસ-૨૦૨૩ ના નવા કાયદાની કલમ હેઠળ કાર્યવાહી કરવા સારૂ સરકારી વકિલ શ્રી ભગવાનભાઈ પટેલ મા૨ફતે અધિક ચીફ જ્યુ.મેજી.સાહેબ ગાંધીધામ કોર્ટમાં એફ.આઇ.આ૨. માં કલમ ઉમેરવા સારૂ રીપોર્ટ ક૨તા જે નામદાર કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખતા સદર ગુનામા આરોપી મનુભા ઉર્ફે મહેન્દ્રસિંહ વિઠુભા વાઘેલા વિરૂધ્ધ બી.એન.એસ.ના નવા કાયદા હેઠળ પુર્વ કચ્છ માં પ્રથમ વખત પ્રોહિબિશનના ગુના કામે બી.એન.એસ. ની કલમ- કલમ ૧૧૧(૩),૧૧૧(૪) હેઠળ ગાધીધામ બી ડીવીજન પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે.
:: આરોપીનુ નામ ::
મનુભા ઉર્ફે મહેન્દ્રસિંહ વિઠુભા વાઘેલા ઉ.વ.૩૬ ૨હે- હરીઓમ નગ૨ પડાણા તા-ગાંધીધામ

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
