રાપરમાં એક યુવાનના મોબાઈલની તસ્કરી તથા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
copy image

રાપરમાં એક યુવાનના મોબાઈલની તસ્કરી તથા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પગપાળા જતા એક યુવાનનો મોબાઇલ પડી જતાં કોઇ શખ્સે સેરવી લઈ બાદમાં મોબાઈલ ઓફ કરી દીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આ મામલે રાપરના અયોધ્યાપુરીમાં રહેનાર કૈલાશગિરિ ગોસ્વામીના દીકરા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 28/1ના બપોરના સમયે ફરિયાદી દેના બેંકથી ગોસ્વામી હોસ્પિટલ અને ત્યાંથી ત્રંબૌ માર્ગ પર પગપાળા ગયો હતો. જ્યાથી પરત આવતા યુવાને જેકેટમાં રાખેલ મોબાઇલ લેવા જતાં ગાયબ જણાયો હતો. બાદમાં યુવાને પોતાના ફોન પર કોલ કરતાં મોબાઈલ બંધ આવતો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
