ખોટા હોય તોય વિરોધ છાત્રોનો હક્ક : સીજેઆઇ

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ હૈદરાબાદની NALSAR યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓને વકીલ તરીકે નોંધણી કરવા પર રોક લગાવી હતી, જેનો ભારે વિરોધ થયો હતો, હવે આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેંચે એક મહત્ત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે, `બંધારણમાં શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર દરેક નાગરિકને આપવામાં આવ્યો છે. તેથી વિદ્યાર્થીઓને પ્રોટેસ્ટ કરવાનો પૂરો હક છે અને તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. `કોકરોચ’ શબ્દ પર મુખ્ય ન્યાયમૂર્તિ બોલ્યા હતા કે, મારી મૌખિક ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરાઇ હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સુનાવણી દરમિયાન પોતાના વિદ્યાર્થીકાળને યાદ કરતા જણાવ્યું હતું કે, `હું પણ વિદ્યાર્થી તરીકે સક્રિય રહ્યો છું. જો માની પણ લઈએ કે તેઓ ખોટા છે, છતાં પણ તેમને વિરોધ કરવાનો અધિકાર છે. આ મારી અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાતચીત છે. આ મુદ્દો ઉઠાવનારા બીસીઆઇ કોણ છે? આ સંપૂર્ણપણે બિનજરૂરી છે અને બીસીઆઇને આમાં કોઈ લેવાદેવા નથી. ‘ચીફ જસ્ટિસે તમામ વિદ્યાર્થીઓને વકીલ તરીકે પોતાની નોંધણી (રજિસ્ટ્રેશન) કરાવવા અને સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશન સાથે જોડાવવા માટે કહ્યું હતું. આ ઉપરાંત, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, `હું આ વિદ્યાર્થીઓને મફત કાનૂની સહાય પૂરી પાડતા કોર્સ અને કામગીરી માટેની પેનલમાં સામેલ કરશે. આ વિવાદની શરૂઆત નીટ પેપર લીક સામે થયેલા વિદ્યાર્થીઓનાં પ્રદર્શનથી થઈ હતી. તે સમયે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની એક ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરાતાં ગેરસમજ ઊભી થઈ હતી. આ બાબતથી નારાજ થઈને હૈદરાબાદની ગઅકજઅછ લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાના દીક્ષાંત સમારોહ માં ઈઉંઈંને મુખ્ય અતિથિ તરીકે બોલાવવાનો શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો.