તાપણું કરતી વેળાએ દાઝી જવાથી 71 વર્ષીય વૃદ્ધનું મોત

copy image

copy image

ભુજ શહેરમાં તાપણું કરતી વેળાએ દાઝી જવાથી 71 વર્ષીય વૃદ્ધનું મોત નીપજયું છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ અકસ્માતનો બનાવ  ગત તા. 24ના સાંજના સમયે ભુજમાં  ભગવતી માતાજીના મંદિર નજીક બન્યો હતો.    અહી હતભાગી વૃદ્ધ અને અન્ય લોકો તાપણું કરી રહ્યા હતા, તે સમયે આ વૃદ્ધ અકસ્માતે દાઝી ગયા હતા.આ વૃદ્ધને સરવાર અર્થે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા ત્યાર બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા પરંતુ સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-