ભુજમાંથી દાઝેલી અને બેભાન હાલતમાં મળી આવેલ આધેડનું સારવાર દરમ્યાન મોત
copy image

ભુજ શહેરમાંથી દાઝેલી હાલતમાં મળી આવેલ એક આધેડનું સારવાર દરમ્યાન મોત થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે આ અંગે અર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 21ના બપોરના સમયે અમનનગર પાણીના પુલિયા નજીક આ બનાવ બન્યો હતો. અહીથી અંદાજિત 40 વર્ષીય અજ્ઞાત પુરુષ બેભાન તેમજ દાઝી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ શખ્સને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
