ફતેગઢ ગામે ગાયને વિસ્ફોટક પદાર્થે આપી ગાયને નુકશાન પહોચાડનાડર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન મુજબ પુર્વ કચ્છ જીલ્લામાં બનતા બાનાવોના આરોપીઓને તાત્કાલીક પકડવા સુચના આપેલ હોઇ જે અન્વયે રાપર પો.સ્ટેના પો.ઇન્સ શ્રી જે.બી.બુબડીયા સાહેબ તથા રાપર પોલીસ સ્ટાફ ડ્રારા રાપર પો.સ્ટે ગુ.ર.ન-૧૧૯૯૩૦૧૦૨૫૦૪૩/૨૦૨૫ બી.એન.એસ ક-૨૮૮,૩૨૫ તેમજ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ -૧૯૬૦ ની કલમ-૧૧(૧)(એ) મુંબજના ગુના કામેના આરોપીઓને વિસ્ફોટક બોમ્બ બનાવી અને મુકેલ હોઇ જે ગાય ખાઇ જતા ગાયના મોઢામાંથી માંસ તથા દાંત તેમજ જડબું તોડી નાખી ગાયને નુકશાન પહોચાડેલ હોઇ સદર ગુના કામેના આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી કરેલ છે

પકડાયેલ આરોપીનું નામ-

(૧) તરશીભાઇ વીરાભાઇ કોલી (પરમાર) ઉ.વ.૫૮ રહે.દેવીસર વાંઢ, ખાણાની બાજુમા ફતેગઢ તા.રાપર

(૨) કિશનભાઈ સવજીભાઈ વાઘરી (દેવીપુજક) ઉ.વ.૬૦ રહે.મુળ.વારાહી તા.સાંતલપુર જી.પાટણ હાલે રહે. ખોડીયાનગર, રેલ્વે કોલોની પાસે, ગાંધીધામ તા.જી.ગાંધીધામ

<

♦ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

પોલીસ ઈન્સપેક્ટરશ્રી જે.બી.બુબડીયા, તથા રાપર પોલીસ દ્વારા સાથે રહી કામગીરી કરેલ છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-