કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી ઘટના અમદાવાદમાંથી સામે આવી
copy image

અમદાવાદમાંથી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી ઘટના સામે આવી રહી છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, અંગત અદાવતમાં પોલીસ સ્ટેશન જઈ રહેલા એક યુવાનને રસ્તામાં જ ચાર શખ્સોએ લાકડીઓ વડે બેફામ માર માર્યો હતો. આ બનાવમાં મહિલાઓ બૂમો પાડતી વચ્ચે બચાવવા પડતા આ હરામખોરોએ નિર્દયતાથી લાકડીઓનો એવો વરસાદ વરસાવ્યો કે તેના હાથ સૂજી ગયા હતા અને તે લોહીલુહાણ થઈ ગઈ હતી. જાહેર માર્ગે બનેલ આ ઘટનાની વિડિયો વાયરલ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે.