મુંદ્રા ખાતે આવેલ દેશલપર માર્ગ વચ્ચે અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશ મળી આવતા ચકચાર
મુંદ્રા ખાતે આવેલ દેશલપર માર્ગ વચ્ચે અંદાજિત 34 વર્ષીય ઉમરના અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રાના દેશલપર માર્ગ નજીક સીમ વિસ્તારમાં કોઈ અજાણ્યા યુવકની કોહવાયેલી લાશ મળી હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે મળી આવેલ મૃતદેહને કોઈ જંગલી પશુએ ફાડી ખાધો હોવાથી મોતનું કારણ જાણવા જામનગર ખાતે મોકલવામાં આવેલ છે. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.