અંજારમાં એક વર્કશોપમાં ઘૂસી ધાકધમકી કરી રૂા.22,000ની લૂંટ મચાવનાર નવ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

copy image

copy image

અંજારમાં એક વર્કશોપમાં ઘૂસી ધાકધમકી કરી રૂા. 22,000ની લૂંટ મચાવનાર નવ આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 29/1ના દિવસે બન્યો હતો. જે અંગે મહેન્દ્ર બાબુરામ ચૌધરી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. અંજાર નજીક આવેલ આઈ માતા હોટેલ પાછળ શ્રીરામ ઈન્ફ્રાસ્ટ્રકચર નામનો વર્કશોપ આવેલો છે.પ્રાપ્ત વિગતો મુજબ બનાવ દિવસે ફરિયાદી તથા અન્ય વ્યક્તિઓ ત્યાં હાજર હતા તે સમયે આરોપી શખ્સો ત્યાં આવેલ હતા અને આવીને જમીન ખાલી કરી નાખવાની ધમકી આપેલ હોતા ફરિયાદીએ પોતે કર્મચારી હોવાનું તથા માલિક અન્ય કોઈ હોવાનું જણાવ્યુ હતું. બાદમાં થોડીવાર બાદ ફરીથી આરોપી શખ્સો ધોકા લઈને ત્યાં આવેલ હતા અને ફરિયાદી સાથે ઝપાઝપી કરી તેના ખિસ્સામાંથી રોકડ રૂા. 22,000ની લૂંટ મચાવી હતી. તેમજ વાહનો, લાઈટ, કેમેરામાં તોડફોડ પણ કરી હતી. જેથી પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-