ભુજોડીમાં 53 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
ભુજ ખાતે આવેલ ભુજોડીમાં 53 વર્ષીય આધેડે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ તાલુકાનાં ભુજોડીમાં આવેલ મફતનગરમાં રહેતા પ્રેમજીભાઈ પોતાના ઘરે હતા, તે દરમ્યાન આડીમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી હતો. બનાવની જાણ થતાં જ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-