સુરતમાં પોતાની જ બહેનના ઘરેણા તથા રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયેલ ભાઈને પોલીસે દબોચ્યો
સુરતમાં એક રહેણાક મકાનમાંથી પોતાની જ બહેનના ઘરેણા તથા રોકડા રૂપિયાની ચોરી કરી એક શખ્સ ફરાર થઈ ગયો હતો. જેને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી ભાઈ મોજ શોખ માટે ચોરી-છેતરપિંડી કરવાનો અગાઉથી જ આદિ હતો. ગત તા 1/1/25ના રોજ રાત્રિના સમયે સુરતના કાપોદ્રા ખાતે આવેલી સમ્રાટ સોસાયટી નજીક અશોકવાટીકામાં પોતાની બહેનના મકનામાં પ્રવેશ્યા બાદ રૂમમાં પડેલી લોખંડની તિજોરીમાંથી તિજોરીનો લોક તોડી તેમાં મૂકેલા રોકડા રૂપિયા 10હજાર તથા સોનાના બ્રેસ્લેટની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સૂત્રો જણાવી રહ્યા છે કે હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન ફરિયાદીના દીકરાએ ચોરી તથા છેતરપિંડીના ગુનાઓમાં પકડાયા હોવાથી ઘરે આવતા તેની વર્તૂણક શંકાસ્પદ જણાતા પોલીસે તેને ઝડપી લીધો હતો.