અમદાવાદમાં વાહન પાર્ક કરવા મુદ્દે પડોશીએ આગ ચાંપી
અમદાવાદ શહેરમાં આવેલ બાપુનગર વિસ્તારમાં અસામાજીક ત્તત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર વધુ એક આવો જ મામલો સામે આવી રહ્યો છે. જે અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં આવેલા સુન્દરમનગરમાં ભાડુઆતને પાડોશીના ઘર નજીક વાહનપાર્ક કરવાથી ઇન્કાર કરવામાં આવતા મકાનમાલિકે પાડોશીના વાહનમાં આગ ચાંપી હતી. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં મકાનની બહાર પાર્ક કરેલા બે વાહનોમાં આગ ચાંપી દેવામાં આવેલ હતી. આ સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-