ભચાઉ ખાતે આવેલ નાની ચીરઇ નજીક પગપાળા જઈ રહેલ એક આધેડને અજાણ્યા વાહને હડફેટે લેતા મોત
ભચાઉ ખાતે આવેલ નાની ચીરઇ નજીક પગપાળા જઈ રહેલ એક આધેડને અજાણ્યા વાહને હડફેટમાં લેતા તેઓએ જીવ ગુમાવ્યો હતો. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મધ્યપ્રદેશમાં રહેનાર ફરિયાદી લખમશી રામશી ભલાઇ માલવી તથા અમરસિંહ નામના બે વ્યક્તિઓ મધ્યપ્રદેશથી ચોખા ભરી કંડલા આવેલ હતા. જાણવા મળી રહ્યું છે આ બંને ટ્રક લઇને મોરબી તરફ જઈ રહ્યા હતા પરંતુ મોરબીમાં માલ તૈયાર ન હોવાથી બંને વાહન ઊભું રાખીને નાની ચીરઇ ખાતે રોકાયા હતા. જ્યા ગત તા. 1/2ના રાત્રે અમરસિંહને કામ પડતાં કેબિનમાંથી નીચે ઊતરી પગપાળા જતાં હતા તે સમયે અજાણ્યા વાહને આ આધેડને હડફેટમાં લેતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં આ આધેડને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. જેમાં ગંભીર ઇજાઓના પગલે તેમનું મોત થયું હતું. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-