નલિયામાં ઈકો અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક વૃદ્ધ ઘાયલ થતાં સારવાર હેઠળ
અબડાસા ખાતે આવેલ નલિયામાં ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વૃદ્ધ ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પ્રવીણ નાનજી રાઠોડ નામના આ આધેડ પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા, તે સમયે વીઆરટીઆઈ સ્કૂલ નજીક ઈકો કારના ચાલકે ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં આ વૃદ્ધને ગંભીર પ્રકારની ઈજાઓ પહોચતા તેમને સારવાર અર્થે 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જેઓ હાલમાં સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-