નાના કાદિયામાં 31 વર્ષીય પરીણીતાનો આપઘાત
નખત્રાણા ખાતે આવેલ નાના કાદિયામાં 31 વર્ષીય પરીણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નાના કાદિયામાં રહેતા પ્રીતિબેન ગોવિંદભાઈ પારાધી નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણે જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. હતભાગી પ્રીતિબેન નામની પરિણીતા પોતાના ઘરે હાજર હતા તે સમયે મકાનની છતમાં આવેલા લોખંડની આડીમાં રસો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં તેમણે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-