દુજાપરની વાડીમાંથી 73 હજારના પાઈપની તસ્કરી થતાં નોંધાઈ ફરિયાદ

copy image

copy image

માંડવી ખાતે આવેલ દુજાપરની વાડીમાંથી 73 હજારના પાઈપની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવી ખાતે આવેલ દુજાપરની ગામની વાડીમાં રાખવામાં આવેલ 10500 મીટર ડ્રીપ પાઈપ કિં. રૂા. 73,500ની કોઈ ચોર ઈસમ તસ્કરી કરી ફરાર થઈ ગયેલ છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-