આગામી 5 ફેબ્રુઆરીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભની મુલાકાતે
આગામી 5 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લેશે તેમજ સંગમમાં ડૂબકી લગાવાશે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આપણા દેશના વડાપ્રધાનશ્રી પીએમ મોદી બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. જે બાદ સંગમના કિનારે જ ગંગાની પૂજા કરશે અને દેશવાસીઓના કલ્યાણની કામના કરશે. આગામી 5 તારીખે એટલે કે બુધવારના દિવસે તેઓ સવારે 10 વાગે મહાકુંભમાં પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજમાં લગભગ એક કલાક જેટલો સમય વિતાવશે.
ત્યારે જાણવા મળી રહ્યું છે કે મહાકુંભમાં પીએમ મોદીનો આવતી કાલનો એક કલાકનો કાર્યક્રમ સમયબદ્ધ રીતે ગોઠવવામાં આવેલ છે. તેઓ સવારે 10 વાગ્યે વિશેષ વિમાન દ્વારા બમરૌલી એરપોર્ટ પહોંચશે. ત્યાર બાદ ત્રણ હેલિકોપ્ટર અરલના ડીપીએસ મેદાનના હેલિપેડ પર ઉતરશે, જ્યાંથી તેઓ કાર દ્વારા વીઆઈપી જેટી પર જશે.બાદમાં સંગમમાં ડૂબકી મારવા ક્રુઝ મારફતે જશે અને બાદમાં ગંગા પૂજા કર્યા બાદ અખાડા, આચાર્યવાડા, દાંડીવાડા અને ખાકચોકના પ્રતિનિધિઓની મુલાકત કરશે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-