વાર ચોરીના ગુનાઓને અંજામ આપતી ચોરીની ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જીલ્લામાં મિલ્કત સંબધી ચોરીના વધતા જતા બનાવો અટકાવવા માટે તેમજ અગાઉ આવી ગેંગ બનાવી મિલ્કત સંબધી ગુનાઓ આચરતા ઇસમો વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અટકાયતી પગલાં લેવા સુચના આપેલ.
જે સૂચના અનુસંધાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી એચ.આર.જેઠી સાહેબનાઓએ આવા મિલ્કત સંબધી ગુનાઓ અગાઉ આચરેલ તેવી ગેંગના આરોપીઓ (૧) ઇકબાલ ઉર્ફે એકકો સીધીક મોખા (૨) હનીફ જખરા મોખા (૩) સાહીલ ઇશા મોખા (૪) અસલીમ ઉર્ફે સલીમ રાણા મોખા (૫) સુલતાન જુસબ મોખા, રહે. તમામ નાના વરનોરા, તા. ભુજ-કચ્છવાળાઓ પોતે અને સંયુકત રીતે મળીને ટોળકીમાં સામેલ થઈ પશ્ચિમ કચ્છ જિલ્લાના ભુજ શહેર, નખત્રાણા, નિરોણા, માધાપર, પધ્ધર, ખાવડા, જખૌ પો.સ્ટે. વિસ્તારમાં કેબલ વાયર ચોરીઓ કરી, પોતાના આર્થિક ફાયદા સારૂ લોકોના જાનમાલને નુકશાન કરી આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરે છે અને તેઓની આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ સતત ચાલુ રાખેલ છે.
જેથી ઉપરોકત જણાવેલ પાંચેય આરોપીઓએ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૨(૧) મુજબ સંગઠીત અપરાધ ટોળકીના સભ્ય હોઇ, એકલા અને સંયુકત રીતે કેબલ વીજ વાયરોની ચોરી કરી પોતાની ગેરકાયદેસરની ગુનાહીત પ્રવૃતિ સતત છેલ્લા દસ વર્ષની મુદત અંદર ચાલુ રાખેલ છે જેથી મજકુર ઇસમો વિરુધ્ધ એલ.સી.બી.ના પો.સબ ઇન્સ.શ્રી એચ.આર.જેઠી સાહેબનાઓએ શ્રી સરકાર તરફે ફરીયાદી બની આ ચોર ટોળકીના સભ્યો વિરૂધ્ધ માધાપર પોલીસ સ્ટેશનમા રીઢા વાયર ચોરીઓના સભ્યો ગેંગ (ટોળકી) બનાવી સમાન ઇરાદો પર પાડવા માટે ગુનો દાખલ કરાવેલ જે ગુના કામેના ટોળકીના સભ્યો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા મહિપાલસિંહ પુરોહિત વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા અને ઉપરોક્ત પાંચ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલીક પકડી હસ્તગત કરી માધાપર પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી માટે સોંપવામા આવેલ છે.
આરોપીઓ
- ઇકબાલ ઉર્ફે એકકો સીધીક મોખા રહે. નાના વરનોરા, તા. ભુજ-કચ્છ
- હનીફ જખરા મોખા રહે. નાના વરનોરા, તા. ભુજ-કચ્છ
- સાહીલ ઇશા મોખા રહે. નાના વરનોરા, તા. ભુજ-કચ્છ
- અસલીમ ઉર્ફે સલીમ રાણા મોખા રહે. નાના વરનોરા, તા. ભુજ-કચ્છ
- સુલતાન જુસબ મોખા, રહે. નાના વરનોરા, તા. ભુજ-કચ્છ