લાકડિયામાં દેશી તમંચા સાથે શખ્સ પોલીસના સકંજામાં
ભચાઉ તાલુકાના લાકડિયાની ગગડા વાંઢમાં એક વાડીમાંથી દેશી તમંચો અને ત્રણ જીવંત કારતૂસ સાથે શખ્સને પોલીસે સકંજામાં લીધો હતો.મળતી માહિતી મુજબ લાકડિયાની ગગડા વાંઢની સીમમાં શખ્સ પાસે દેશી તમંચો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગત મોડી રાત્રે કાર્યવાહી કરી હતી. આ શખ્સના કબજાની વાડીમાં પહોંચી ત્યાં આવેલા રૂમની તપાસ કરાતા જ્યાં પાણી ભરવાના બેરલમાં બાજરી તપાસ કરતાં તેમાં પ્લાસ્ટિકમાં વીંટળેલ દેશી તમંચો મળી આવ્યો હતો તથા 3 જીવંત કારતૂસ પણ મળ્યા હતા. જુસબ ગગડાની ધરપકડ કરી તેણે આ દેશી તમંચો ક્યાંથી લીધો હતો અને કેવા કારણોસર પોતાની પાસે રાખ્યો હતો તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.