અંજારના વરસામેડીની સીમમાં આવેલ અરિહંતનગર સોસાયટી પાછળ આવેલ કેનાલ પાસે થયેલ ખુનના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ તથા શ્રી એમ.પી.ચૌધરી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિસ્તારમાં બનેલ ગંભીર પ્રકારના શરીર સબંધી ગુનાને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય ગઈ તા.૦૭/૦૨/૨૦૨૫ સવારના ભાગે અંજાર તાલુકા વિસ્તારના વરસામેડી ગામની સીમમાં આવેલ અરિહંતનગર સોસાયટી પાછળ આવેલ ડેનાલમાં એક લાશ મળી આવેલ હોવાની હકિકત જાણવા મળતા જે અન્વયે એ.આર.ગોહીલ પો.ઈન્સ. અંજારનઓએ તાત્કાલીક પોલીસ ટીમ સાથે બનાવવાળી જગ્યા પોહચી જોતા લાશને બહાર કાઢી ઓળખ કરી જેઓને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોચાડેલ હોવાનું જણાઈ આવતા તુંરત પોલીસની જુદી જુદી ટીમો બનાવી તેમજ આજુબાજુના લાગતા વળગતા સી.સી.ટી.વી ફુટેજ એનાલીસીસ તેમજ વર્ડ આઉટ કરી તેમજ હ્યુમનસોર્સ આધારે મોત નિપજાવનાર ઈસમને ગણતરીના કલાકોમાં શોધી ડાઢી ઉંડાણપુર્વક પુછપરછ કરતા મરણજનાર રાહુલ ગૌડની સાથે રહેતા ઈન્દ્રજીતસિંહ તથા સહ આરોપી ધીરજકુમાર રહે.ઉતરપ્રદેશ વાળાએ મરણજનારનો કિંમતી ફોન પડાવી લેવા બાબતે મારી નાખેલ હોવાની કબુલાત આપેલ હોય જેથી મજકુર આરોપી વિરુધ્ધ ડાયદેસરની કાર્યવાહી કરેલ છે

ગુન્હા રજી. નંબર :-

(૧) અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.ન.નંબર ૦૧૦૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૧૦૩(૧) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ

પકડાયેલ આરોપી :-

(૧) ઈન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જર ઉ.વ.૪૩ રહે.હાલે મ.નં.૭૭-૭૮/એ ગુરુકૃપા સોસાયટી વરસામેડીસીમ તા.અંજાર મુળ રહે.નીચાવડી તા.માધવગઢ જી.જાલૌન (ઉતરપ્રદેશ)

પકડવાનો બાડી આરોપી :-

(૨) ધીરજકુમાર રહે.જાલૌન (ઉતરપ્રદેશ)

10:09 am

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર તથા પોલીસ સબ ઇન્સથી એસ.જી.વાળા તથા પી.એન.ઝાલા તેમજ અંજાર પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોએ સાથે રહી કામગીરી કરેલ છે.