સોનાંનાં નકલી બિસ્કિટ સાથે નખત્રાણાનો શખ્સ દબોચાયો

copy image

copy image

નખત્રાણામાંથી સોનાંનાં નકલી બિસ્કિટ સાથે પોલીસે એક ઈશમને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણા પોલીસે ડ્યૂટી પર હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, નખત્રાણાના નવાનગરમાં રહેતા અને નવાનગરના બસ સ્ટેશન નજીક સ્પ્રે પેઈન્ટરની દુકાન ધરાવનાર શખ્સ સોનાં જેવાં દેખાતાં ચાર બિસ્કિટ સાથે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આ શખ્સને પકડી આ સોનાં જેવાં દેખાતાં ચાર બિસ્કિટ વિશે પૂછતાછ કરવામાં આવેલ હતી. બાદમાં વધુ તપાસ કરવામાં આવતા  સોનાં જેવાં દેખાતાં ચાર બિસ્કિટ નકલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ આરંભી છે.