સાંઘીપુરમાં જુગાર રમતા બે ઇસમો ઝડપાયા

ભુજ અબડાસા તાલુકાના વસમેનટ એકમ સાંધીપુરમ ખાતે ટ્રાન્સપોર્ટનગરની પાછળ બાવડની ઝાડીમાં તીન પતીનો જુગાર રમતા બે ઈસમને પોલીસે 930 ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસ સુત્રોના જણાવયા મુજબ સાંજના અરસામાં સાંધી વસમેનટ કંપનીના ટ્રાન્સપોર્ટનગરની પાછળ જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેડ પાડવામાં આવી હટી. રેઇડ દરમ્યાન બાવડની ઝાડી પાછળ ગંજીપાના વડે જુગાર રમી રહેલા અમૃત રવજીભાઇ પટેલ અને રાજ વેલાભાઈ રબારી 930 રૂપિયાની રોકડ સાથે ઝડપાઇ ગયા હતા બનને ઇસમો વિરુધ્ધ વાયોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *