Skip to content
બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ કે.એમ.રાવલ અને ડી.સ્ટાફના માણસો હેડ કોન્સ જી.એ.કોઠારીયા, ડી.કે.ચૌહાણ, એસ.એમ.સૈયદ હિરેનભાઇ મહેતા, ભીખુભાઇ બુકેરા, સેજાદભાઇ સૈયદ એ.એસ.આઇ. ડી.એ.વાળા, પો.કોન્સ કુલદિપસિંહ નિકુલદેવસિંહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં તસ્કરીના ગુન્હાના આરોપીઓની તપાસમાં હતા. દરમ્યાન પહિરેનભાઇ મહેતા અને ભીખુભાઇ અબ્દુલભાઇ બુકેરા નાઓને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, એક શખ્સ બોરતળાવ, મફતનગર, ફીલ્ટરની ટાંકી, ઢોરા પાસે, શંકાસ્પદ મોટર સાયકલ સાથે ઉભો છે, તેવી હકિકત મળતા હકિકત વાળી જગ્યાએ સદર વર્ણનવાળો શખ્સ મળી આવતા જેનુ નામ-ઠામ પુછતા રાજુભાઇ ધીરૂભાઇ વેગડ જાતે-કોળી ઉ.વ.૨૪ રહે-ફીલ્ટરની ટાંકી પાસે, ખોડીયાર ચોક, ભાવનગરવાળો હોવાનુ જણાવેલ. જેને યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા ભાગી પડેલ અને કબુલાત કરેલ કે, જવેલ્સ સર્કલ ગૌરીશંકર સોસાયટીમાંથી હીરો હોન્ડા સ્પલેંન્ડર તસ્કરી કરેલ હોવાનુ જણાવેલ. આ કામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. થયેલ હોય જે ડીટેકટ થવા પામેલ છે અને મુદ્દામાલ રિકવર કરેલ છે.