રાપર : વેકરા નજીકથી અંગ્રેજી શરાબ સાથે આરોપીની ધરપકડ
રાપરના પદમપર અને કીડિયાનગર વચ્ચે વેકરા નજીક એક કારમાંથી રૂા. 65,868ના શરાબ સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.સૂત્રો પરથી મળતી માહિતી પદમપરથી કીડિયાનગર તરફ આવતી કારમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વેકરા પીરની દરગાહ પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન કાર નંબર વાળી આવતાં પોલીસે તેને રોકાવવાની કોશિશ કરી હતી, પરંતુ ચાલકે આગળ હંકારી દીધી હતી. આ ગાડી બાવળમાં જઈને બંધ પડી જતાં પોલીસે દોડીને યુવાન પકડી પાડયો હતો અને કારમાંથી વ્હાઈટલેસ વોડકાના 240 ક્વાર્ટરિયા, મૂનવોકના 48 કવાર્ટરિયા તથા કિંગફિશર બિયરના 84 ટીન એમ કુલ રૂા. 65,868નો દારૂ જપ્ત કર્યો હતો. તેને આ દારૂ ઇસમો એ આપી ગયો હતો. હાથમાં ન આવેલા આ શખ્સને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.