દેશી દારૂની ભઠ્ઠીના કેશો શોધી કાઢતી માધાપર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી. જાડેજા સાહેબ, ભુજ વિભાગ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં જીલ્લામાં પ્રોહી/જુગાર અંગેના કેશો શોધી કાઢવા અને આ બદીને નેસ્ત-નાબુદ કરવા સુચના આપેલ.
જે અન્વયે માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.એમ. ઝાલા નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ માધાપર પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા લોરીયા ઓપી વિસ્તારના ઝુરા કેમ્પ ગામની બાજુમાં આવેલ નદિના પટમાથી આરોપી (૧) આશાજી પતુજી સોઢા રહે.ઝુરા કેમ્પ તા.ભુજ વાળાનો દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૮૦૦ કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા આરોપી (૨) બુધુભા પતુજી સોઢા રહે.ઝુરા કેમ્પ તા.ભુજ વાળાનો દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૬૦૦ કિ.રૂ. ૧૫,૦૦૦/- તથા આરોપી (૩) દિપાજી હાલાજી સોઢા રહે.ઝુરા કેમ્પ તા.ભુજ વાળાનો દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૨૧૦૦ કિ.રૂ. ૫૨,૫૦૦/- જે તમામ આથો સ્થાનીકે નાશ કરી પ્રોહીના સફળ કેશો કરી અસરકારક સફળ કામગીરી કરવામાં આવેલ છે
દાખલ થયેલ ગુનાની વિગત:-
માધાપર પો.સ્ટે. સી-પાર્ટ ગુ.ર.ન.-૦૦૮૫/૨૦૨૫ પ્રોહી કલમ-૬૫(એફ) મુજબ
માધાપર પો.સ્ટે. સી-પાર્ટ ગુ.ર.ન.-૦૦૮૬/૨૦૨૫ પ્રોહી કલમ-૬૫(એફ) મુજબ
માધાપર પો.સ્ટે. સી-પાર્ટ ગુ.ર.ન.-૦૦૮૭/૨૦૨૫ પ્રોહી કલમ-૬૫(એફ) મુજબ
મુદામાલની વિગત:-
દેશી દારૂ બનાવવાનો આથો લીટર:- ૩૫૦૦ કિ.રૂ. ૮૭,૫૦૦/- જે સ્થાનીકે નાશ કરેલ છે.
આ કામગીરીમાં માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર ડી.એમ. ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. પરમવીરસિંહ કે.ઝાલા તથા ભગીરથસિંહ એ. જાડેજા તથા હિતેશભાઇ એ. વાઢેર તથા પો.કોન્સ. કલ્પેશ કે. કોડીયાતર તથા રામજીભાઇ કે. બરારીયા એ રીતેના માધાપર પોલીસ સ્ટાફના માણસો દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.