આડેસર ગ્રામ પંચાયતના તલાટીઓ દ્વારા ઉચાપત કરાયેલી રકમ વહેલી તકે ભરપાઇ કરાવવા માંગ ઉઠી

 સૂત્રો જણાવી રહ્યા છે કે રાપર ખાતે આવેલ આડેસર ગ્રામ પંચાયતના સરપંચ-તલાટીઓ વિરુદ્ધ કરવામાં આવેલ ફરિયાદ બાદ સરપંચને બરતરફ કરવામાં આવેલ હતા.  પરંતુ તલાટીઓ સામે કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા તેમના દ્વારા ઉચાપત થયેલ રકમની તાત્કાલિક ભરપાઇ કરવામાં માંગ ઉઠી હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અરજદાર દ્વારા આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ રાપરની આડેસર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીઓ દ્વારા કરવામાં આવેલી નાણાકીય ઉચાપત અને ગેરરીતીઓ રોકવા જણાવાયું હતું.  જેમાં ગત 3 જાન્યુઆરીએ જિલ્લા વિકાસ અધિકારીએ આડેસરના સરપંચને બરતરફ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. પરંતુ દોષિત તલાટીઓ વિરુદ્ધ કોઇ પણ કાર્યવાહી કરવામાં ન આવતા ઉચાપત થયેલ રૂા. 77 લાખ જેટલી રકમ વહેલી તકે ભરપાઇ કરાવવા માંગ કરાઈ છે.