ચેક પરત ફરવાના કેસમાં આરોપીને 18 માસની કેદ

jail_bars

copy image

copy image

ચેક પરત ફરવાના કેસમાં ગળપાદરના આરોપી શખ્સને 18 માસની કેદ અને ચેકની રકમનું બમણું ચાર લાખ વળતર ચૂકવવા હુકમ જાહેર કરવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી દેવાધ કલ્યાણ ગઢવીએ આરોપીને મિત્રતાના નાતે બે લાખ રૂા. આપેલ હતા, જેના વળતર અંગે આપવામાં આવેલ અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફરતા ફરિયાદીએ કેસ દાખલ કરાવ્યો હતો. જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવી 18 મહિનાની સાદી કેદની સજા તથા ફરિયાદીને વળતર પેટે ચેકની બમણી રકમ રૂા. ચાર લાખ બે મહિનામાં ચૂકવવા તથા આરોપી વળતર ન ચૂકવે, તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી છે.