દિલ્હી ખાતે આર.ડી.સી પરેડ પૂર્ણ કરી એચ.જે.ડી ઇન્સ્ટિટયૂટ નો કેડેટ સિનિયર અંડર ઓફિસર રવિરાજસિંહસોલંકીનુ કોલેજ ખાતે ભવ્ય સ્વાગત


ભુજ તાલુકાનાં કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરસન હાલાઇ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એચ.જે.ડી.
ઇન્સ્ટીટયુટ માં એન.સી.સી. ની આર્મી અને નેવી વિંગ ચાલે છે અને તેમાંથી આર્મી વિંગનો કેડેટ, સિનિયર અંડર ઓફિસર
રવિરાજસિંહ સોલંકી દિલ્હી ખાતે ૨૬મી જાન્યુઆરીનાં ઉપલક્ષમાં થનાર “ગણતંત્ર દિવસ શિવિર” (RDC) માં સિલેક્ટ થયો હતો. કૉલેજ માંથી આ એન.સી.સી. નાં આ સર્વોચ્ચ કેમ્પમાં સિલેક્ટ થનાર પ્રથમ કેડેટ છે અને એનો મહત્વ એટલાં માટે વધી જાય છે, કારણ કે હાલમાં ૧૫ લાખ જેટલા ભારતભરમાં એન.સી.સી. કેડેટ છે અને એમાંથી માત્ર ૨૩૦૦ જેટલા કેડેટ જ સિલેક્ટ થઈ ને દિલ્હી ખાતે પહોંચે છે. RDC માં સિલેક્ટ થવા માટે ૬ મહિના થી વધુની સખ્ત મેહનત અને લગનની જરૂર હોય છે તેમજ લગભગ ૧૦ થી ૧૨ સિલેકશન પ્રક્રિયાઓ તેમજ પરીક્ષાઓ માંથી પ્રસાર થવું પડે છે અને સતત પાસ થવું પડે છે ત્યારે દિલ્હી જવા મળે છે. દિલ્હી ખાતે પહોંચ્યા પછી કેડેટ્સને ઘણા બધા વીઆઈપીઓ જોડે મળવાનું મોકો મળે છે જેમ કે આર્મી, નેવી અને એરફોર્સના વડા, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, દિલ્હીના મુખ્યમંત્રી, ભારતના રક્ષા મંત્રી, રક્ષા સચિવ, પ્રધાનમંત્રી, ઉપરાષ્ટ્રપતિ તેમજ રાષ્ટ્રપતિ જોડે મળવાનો અનેરો સૌભાગ્ય પણ મળે છે. તેમજ ૧૭ થી ૧૮ દેશોથી આવેલા કેડેટ્સ પણ આ કેમ્પની અંદર ભાગ લે છે અને એમની જોડે પણ મળી એમના દેશ વિશે જાણવાનો મોકો મળે છે. સિનિયર અંડર ઓફિસર રવિરાજસિંહ સોલંકી ને આ કેમ્પ દરમિયાન સૌથી વિશેષ કહેવાતી એવી “એન.સી.સી પ્રધાનમંત્રી રેલી” માં વેસ્ટ ઝોનના કોન્ટિજન્ટ ના ભાગરૂપે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ને સલામી આપવા મળ્યો, જે ખૂબ જ
સન્માનપૂર્ણ અવસર હતું, તેમજ કેમ્પ દરમિયાન ડી.જી એન.સી.સી લેફ્ટિનેન્ટ જનરલ ગુરબીરપાલ સિંગ ની સ્ટીક ઓર્ડરલી ડ્યુટી નો અનેરો અવસર મળ્યો તેમ જ એમની જોડે પર્સનલ મુલાકાત કરી એમના હાથેથી તેમજ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે મળવાનો તેમજ એમના હાથેથી પણ વિશેષ પુરસ્કાર મેળવ્યો હતો અને તેમનાં તેમજ દેશના વડાપ્રધાનશ્રી ના આવાસની મુલાકાત પણ લીધી હતી. દિલ્હી ખાતે કેમ્પ પૂરો થતાં ગુજરાત પરત આવીને ગુજરાતના રાજ્યપાલશ્રી ના નિવાસસ્થાને પણ સત્કાર સંભારમાં ભાગ લઇ એમના હાથેથી પુરસ્કાર મેળવ્યો હતો. ઉપરોક્ત ઉપલબ્ધિઓ હાંસિલ કરી HJD ઇન્સ્ટિટ્યૂટમાં તેમના આગમન વખતે ચેરમેન ડૉ. જગદીશભાઈ હાલાઈ, ANO કેપ્ટન દીપેશ પિંડોરીયા, સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. તેમના આ વિશિષ્ટ પ્રદાનથી માત્ર HJD ઇન્સ્ટિટ્યૂટ જ નહીં, પણ સમગ્ર કચ્છનું નામ રોશન થયું છે. તેમની આ સિદ્ધિ NCC ના ભાવિ કેડેટ્સ માટે પ્રેરણારૂપ બની રહેશે અને HJD ઇન્સ્ટિટ્યૂટ દેશ સેવા અને નેતૃત્વ માટે આપેલી પ્રતિબદ્ધતા સાબિત કરી છે.