રતનાલ બાયપાસ માર્ગ અવારનવાર વાહન ચાલકોનો ભોગ લઈ રહ્યો છે…


રતનાલ બાયપાસ માર્ગમાં શરૂઆતમાં દરરોજ થાય છે એક્સીડેન્ટ. ભીમાસરથી ભુજ નેશનલ હાઇવે ન. 341 નું કામ ચાલી રહ્યું છે તેમાં રતનાલ બાયપાસ નવો બનાવવા માં આવેલ છે જે રોડ માં વચ્ચે આવતા રતનાલ થી ભાદ્રોઈ રોડ રતનાલ થી નિંગાડ રોડ રતનાલ થી ચુંબડક જતા રોડ ઉપર આવતા ગામો તેમજ વાળી વિસ્તાર ની અવર જવર મોટા પ્રમાણ માં રહે છે આ વિશે અગાઉ બન્ને ગામના સરપંચોએ તેમજ ભારતીય કિસાન સંઘ અંજાર દ્વારા લેખિતમાં નેશનલ હાઈવે ઓરથોરિટી તેમજ કોન્ટ્રાકટ કમ્પની ને રજુઆત કરવા માં આવેલ પરંતુ આજ સુધી કોઈ પબ્લિકની સલામતીના પગલાં કે વ્યવસ્થિત ચોકડી બનાવ્યા વગર બાયપાસ ચાલુ કરી દેતા રતનાલ બાયપાસ એક્સીડેન્ટ સેન્ટર જેવી હાલત થયેલ છે ઉપરાંત રોડની વચ્ચે દીવાઈડર દીવાલની જગ્યાએ લોખંડની બાઉંડ્રી કરેલ હોવાથી રોડ ક્રોસ કરનારને આવતા વાહનો દેખાતા નથી જેના કારણે એક્સીડેન્ટ થાય છે માટે રોડ ની વચ્ચે બાઉંડ્રીની જગ્યાએ ડિવાઈડર દીવાલ બનાવવામાં આવે એવી ગામોલોકોની માંગ છે અગાઉ કરેલ રજુવાત છતાં સલામતીના કોઈ પગલાં લીધા વગર રોડ ચાલુ કરી દેતા ત્રાહિત ગામોમાં રોષની લાગણી ફેલાઈ છે હવે તાત્કાલિક કોઈ વ્યવસ્થા નહીં થાય તો રતનાલ બાયપાસ રોડ બંધ કરાવી ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે એવી ગામો ના લોકો વિચારી રહ્યા છે.