અંજારમાં બાઇક પરથી પડી ગયા બાદ એસ.ટી. બસ ફરી વળતાં મહિલાનું મોત

copy image

copy image

અંજારમાં બાઇક પરથી પડી ગયા બાદ એસ.ટી. બસ ફરી વળતાં મહિલાનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં હતભાગી મહિલાના પતિ, બે દીકરીનો આબાદ બચાવ થયો હતો. આ બનાવ ગત તા. 2/2ના સર્જાયો હતો. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુંદરપુરીમાં રહેનાર ફરિયાદી તેમજ તેના પત્ની સલમાબેન અને બે નાની દીકરી સાથે ભુજ ફરવા ગયા હતા. ફરી લીધા બાદ બાઇક પર આ પરીવાર પોતાના ઘર બાજુ આવી રહ્યો હતો. તે સમયે અંજારના રાધે રિસોર્ટ નજીક પાસે પહોંચતા કૂતરું આડે આવતાં બાઇકચાલકે અચાનક બ્રેક મારતાં પોતે ડાબી બાજુ પડયા હતા. તે દરમ્યાન પાછળથી આવતી સરકારી બસના પૈડાં આ મહિલા પરથી ફરી વળતાં તેમનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં હતભાગી મહિલાના પતિ અને બંને દીકરીનો આબાદ બચાવ થયો હતો.