જય શ્રી કૃષ્ણ પ્રભાતફેરી ગ્રુપ દ્વારા ગૌમાતાને એક ગાડી ચરાનું નિરાણ

અંજાર, તા. 28 જૂન, 2026 (રવિવાર):
અંજારમાં ગત ભીમ અગિયારસના પાવન અવસરે જય શ્રી કૃષ્ણ પ્રભાતફેરી ગ્રુપ દ્વારા ધાર્મિક ભાવના સાથે પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભાતફેરી દરમિયાન “દરેક જીવમાં પણ શિવનું જ નિવાસ છે” એ પવિત્ર ભાવનાને સાકાર કરવા માટે ઉપસ્થિત ભક્તજનો દ્વારા સ્વૈચ્છિક રીતે ₹10,800ની સેવા રકમ અર્પણ કરવામાં આવી હતી.
આ સેવા રકમનો સદુપયોગ કરતાં રવિવાર, તા. 28 જૂન, 2026ના રોજ વહેલી સવારે અંદાજે 80થી વધુ મણ ચરાથી ભરેલી એક ગાડી દ્વારા અંજારના વિવિધ વિસ્તારોમાં રખડતી અને નિરાધાર ગૌમાતાઓને ચરાનું નિરાણ કરવામાં આવ્યું.
આ સેવા કાર્ય અંતર્ગત ભરેશ્વર મહાદેવ મંદિર પાસે, વીડી ચાર રસ્તા પાસે, વિજયનગર વિસ્તારમાં, કૈલાશનગર, સતાપર ફાટક પાસે તેમજ અંજાર ડમ્પિંગ સાઇટ સહિતના અનેક વિસ્તારોમાં ગૌમાતાઓને ચરો ખવડાવવામાં આવ્યો.
આ સમગ્ર સેવા કાર્યમાં જય શ્રી કૃષ્ણ પ્રભાતફેરી ગ્રુપના સભ્યો તેમજ જય ભોલેનાથ સંવેદના ગ્રુપના સેવાભાવી કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી.
જય શ્રી કૃષ્ણ પ્રભાતફેરી ગ્રુપ ના સભ્યો દ્વારા જણાવાયું હતું કે ધાર્મિક કાર્યક્રમો માત્ર ભજન-કીર્તન સુધી મર્યાદિત ન રહી સમાજ અને જીવમાત્રની સેવામાં પણ પરિવર્તિત થાય, એ જ સાચી સનાતન સંસ્કૃતિની ઓળખ છે. ગૌસેવા જેવા પવિત્ર કાર્યો દ્વારા સમાજમાં કરુણા, સેવા અને સંવેદનાની ભાવના વધુ મજબૂત બને છે.