“જખૌ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચાર તથા જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એક એમ કુલ પાંચ કેબલ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા રણજીતસિંહ જાડેજાનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા રણજીતસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જખૌ પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં.૬૯/૨૪ બી.એન.એસ.૨૦૨૩ની કલમ ૩૦૩(૨),૬૨ મુજબના ગુન્હા કામે નાસ્તો ફરતો આરોપી ઈસ્માઈલ અબ્દુલા મમણ હાલે ભીડ નાકા બહાર દાદુપીર રોડ પટેલ ફળીયામાં હાજર છે. જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેની પુછ પરછ કરતા જખૌ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કેબલ ચોરીના ચાર તથા જખૌ મરીન પોલીસ સ્ટેશમાં દાખલ થયેલ એક એમ કુલ્લે પાંચ ગુના કામે ધરપકડથી નાસતો ફરતો હોવાની હકીકત જણાવતા તે બાબતે તપાસ કરતા નીચે મુજબના ગુના દાખલ થયેલ હોય જેથી મજકુર ઇસમની અટકાયત કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

  • પકડાયેલ આરોપી
  • ઈસ્માઈલ અબ્દુલા મમણ(પટેલ) ઉ.વ.૪૭ રહે.પટેલ ફળીયુ દાદુપીર રોડ ભીડનાકા બહાર, ભુજ.
  • નીચેના ગુનામાં નાસતો ફરતો હતો
  • જખૌ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૬૯/૨૪ બી.એન.એસ.૨૦૨૩ની કલમ ૩૦૩(૨),૬ર મુજબ
  • જખૌ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૬૪/૨૦૨૪ બી.એન.એસ.એકટની કલમ-૩૦૩(૨),૩૨૪(૪) મુજબ

►- જખૌ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૪૫/૨૦૨૪ આઇ.પી.સી.કલમ-૩૭૯ મુજબ

જખૌ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૧૩/૨૦૨૪ આઇ.પી.સી કલમ:૩૭૯ મુજબ

જખૌ મરીન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૩૦/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ ૩૧૮ (૪),૫૪ મુજબ