ભુજના નાના દિનારા ગામના વાડામાંથી 10 બકરીની ઉઠાંતરી થતાં નોંધાઈ ફરિયાદ

copy image

copy image

ભુજના નાના દિનારા ગામના વાડામાંથી 10 બકરીની ઉઠાંતરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે દિનારાના ભુરા મામદ સમા દ્વારા ખાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદીએ તા.10/2નાં સાંજે તેમના વાડામાં 50 બકરી મૂકી હતી અને રાત સુધી તેમાંથી 10 બકરી ગુમ જણાઈ હતી. બાદમાં આસપાસના વિસ્તારમાં તપાસ કરતા આ બકરીઓ ન મળી આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.