મહાકુંભમાં થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલ વ્યક્તિ તેરમાં દિવસે પરત જીવતો ઘરે પહોંચ્યો

copy image

copy image

ગત તા. 29 જાન્યુઆરીના મોદી રાત્રીના સમયે ભાગદોડ મચી હતી જેમાં કેટલાક લોકોના મોત થયા હતા.  પરંતુ તાજેતરમાં એક ચોંકાવનાર બનાવ સપાટી પર આવ્યો છે. જેમાં 60 વર્ષીય આધેડ ભાગદોડમાં ગુમ થઈ ગયો હતો અને તેના મિત્રો અને પડોશીઓએ તેમને મૃત માની તેમની અંતિમ ક્રિયા પણ કરેલ હતી. જાહેર કરવામાં આવેલ હતું કે તે આધેડ નાસભાગમાં મૃત્યુ પામ્યા છે. પરંતુ તેઓ જીવિત હતા. બાદમાં આ જ વ્યકતીને જીવિત જોઈ પડોશીઓ અને મિત્રોએ તેના સુરક્ષિત પાછા ફરવાની ઉજવણી કરી હતી. જે મામલે વાતચીત કરતાં સામે આવ્યું કે આ આધેડ કોઈ સાધુઓના એક જૂથમાં ગયો હતો જ્યાં તેણે તેમની સાથે ચિલ્લમ પીધો હતો અને તે એટલો નશામાં હતો કે તેને સમયનું કોઈ ભાન જ ન હતું.