અંજારના રામપર ગામમાં સામાન્ય મુદ્દે થયેલ બોલાચાલીનો બનાવ હત્યામાં પરીણમ્યો : એક યુવાન પર બે શ્ખ્સોએ કર્યો છરી વડે હુમલો

copy image

અંજાર ખાતે આવેલ રામપર ગામમાં સામાન્ય બાબતમાં હુમલો કરવાનો બનાવ હત્યામાં પરીણમ્યો છે. આ બનાવે અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવમાં અંજારના રામપરમાં ગામના રોડ નજીક રિઝવાન સ્ટોર નામની દુકાન ચલાવનાર સાલેમામદ બાપડાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. હતભાગી યુવાન ગત. તા. 2/2ના સાંજના ભાગે પોતાની દુકાન પર હતો. તે સમયે ગામનો જ કોઈ શખ્સ બાઇક લઇને પૂરઝડપે અહીંથી નીકળ્યો હતો. આ દુકાન પાસે બાળકો રમતા હોવાથી હતભાગીએ તેણે મોટરસાઇકલ ધીમું ચલાવ તું કોઇ છોકરાને વગાડી દઇશ તેવું જણાવ્યુ હતું. ત્યારે આ શખ્સ ત્યાંથી ચાલ્યો ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે બાદમાં આરોપી શખ્સ ફરીથી પૂરઝડપે બાઇક લઇને ત્યાં આવી બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યો જેથી આ યુવાને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ આરોપી શખ્સે તેમજ તેની સાથે આવેલ અન્ય ઈશમે આ યુવાન પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે પોલીસે બંને આરોપીને પકડી પાડીને જેલ હવાલે કર્યા હતા.આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.